કોકીનો બ્લોગ.

શાક લો…

Posted by: kokilam on: March 8, 2009

શાક લો, શાક લો...

કવિનનો નવો શોખ

Posted by: kokilam on: January 24, 2009

* વટાણા અને મગફળી ફોલવાનો…

વટાણા અને કવિન

અપડેટ્સ

Posted by: kokilam on: January 23, 2009

* આજ-કાલ કંઇ ખાસ નવાજૂની નથી. કવિનની મસ્તી વધી પડી છે અને ઘરમાં થોડું ફર્નિચરનું કામ ચાલે છે – એટલે બ્લોગ પર આવવાનો સમય મળતો નથી..

નકલ નૂડલ્સ ની

Posted by: kokilam on: December 17, 2008

* ગઇકાલે કાર્તિક રીલાયન્સ ફ્રેશમાંથી નૂડલ્સ લાવ્યો અને આજે સાંજે બનાવ્યા. બનાવતી વખતે ખબર પડી કે આ તો મેગીની નકરી નકલ છે! પણ, કવિને તે ખાધા અને કેવી રીતે ખાધા તે તમે અહીં જોઇ શકો છો..

કવિન અને નૂડલ્સ

* રવિવારે અમે નવું મિક્સર (અને જ્યુસર) આવ્યા. અને બીજા જ દિવસે ઢેબરાં-ચટણી બનાવવાનું નક્કી કર્યું. ટેસ્ટ માટે હું ચટણીમાં નાખેલ શિંગ બરોબર ક્રશ થઇ છે કે નહિ તે જોતી હતી, કવિન પણ જોતો હતો – અને અચાનક તેણે મિક્સરની સ્વિચ ચાલુ કરી દીધી !!

ઉદ્ઘાટન સરસ રીતે થઇ ગયું..

એક રહસ્ય: ભાગ – ૨

Posted by: kokilam on: December 6, 2008

* કાર્તિકે પરમ દિવસે પહેલી વખત કવિનની છીછી સાફ કરી, અને તેને મજા પણ આવી. કવિનને મજા ન આવી તે જુદી વાત છે…

એક રહસ્ય

Posted by: kokilam on: December 3, 2008

* કાર્તિકને ગેસ લાઇટરથી ગેસ ચાલુ કરતા નથી આવડતું!!

કેપ્સિકમ

Posted by: kokilam on: November 28, 2008

* અમદાવાદ આવીને લીલાં કેપ્સિકમ (ઘોલર મરચાં)નું શાક બનાવવાનું વધી ગયું છે. કાર્તિકે આજે સૂચન કર્યું કે કેપ્સિકમનું બીજું શું બનાવી શકાય તો અમે બન્નેએ મળીને કેપ્સિકમનો હલવો, છૂંદો, ચોકલેટ, થેપલાં, પરોઠાં, શરબત વગેરે બનાવી શકાય તેમ વિચાર્યું :P

આ શું દરરોજ વળી કોબી, ભીંડા અને ફૂલાવર ખાવાનું…

ઘી

Posted by: kokilam on: November 24, 2008

* ઘણી મહેનત પછી અમુલનાં ફેટ વગરનાં દૂધમાંથી મલાઇ ભેગી કરી-કરીને ઘી બનાવ્યું. મુંબઇમાં તબેલાનું દૂધ સરસ મળે છે. અહીં પહેલાં છૂટક દૂધ બંધાવેલું, પણ તેના કરતાં તો પાણી વધુ સારુ હોવાથી છેવટે અમૂલ ચાલુ કરાવ્યું.

છાપાંની કૂપનો

Posted by: kokilam on: November 22, 2008

* સવારે દિવ્ય-ભાસ્કરમાંથી કૂપન કાપવાની પ્રવૃત્તિ સારી છે. પણ, આજે ચાર દિવસ પછી ભેગી કૂપનો કાપી.