કોકીનો બ્લોગ.

શાક લો, શાક લો...

Advertisements

* વટાણા અને મગફળી ફોલવાનો…

વટાણા અને કવિન

* આજ-કાલ કંઇ ખાસ નવાજૂની નથી. કવિનની મસ્તી વધી પડી છે અને ઘરમાં થોડું ફર્નિચરનું કામ ચાલે છે – એટલે બ્લોગ પર આવવાનો સમય મળતો નથી..

* ગઇકાલે કાર્તિક રીલાયન્સ ફ્રેશમાંથી નૂડલ્સ લાવ્યો અને આજે સાંજે બનાવ્યા. બનાવતી વખતે ખબર પડી કે આ તો મેગીની નકરી નકલ છે! પણ, કવિને તે ખાધા અને કેવી રીતે ખાધા તે તમે અહીં જોઇ શકો છો..

કવિન અને નૂડલ્સ

* રવિવારે અમે નવું મિક્સર (અને જ્યુસર) આવ્યા. અને બીજા જ દિવસે ઢેબરાં-ચટણી બનાવવાનું નક્કી કર્યું. ટેસ્ટ માટે હું ચટણીમાં નાખેલ શિંગ બરોબર ક્રશ થઇ છે કે નહિ તે જોતી હતી, કવિન પણ જોતો હતો – અને અચાનક તેણે મિક્સરની સ્વિચ ચાલુ કરી દીધી !!

ઉદ્ઘાટન સરસ રીતે થઇ ગયું..

* કાર્તિકે પરમ દિવસે પહેલી વખત કવિનની છીછી સાફ કરી, અને તેને મજા પણ આવી. કવિનને મજા ન આવી તે જુદી વાત છે…

* કાર્તિકને ગેસ લાઇટરથી ગેસ ચાલુ કરતા નથી આવડતું!!

.

..

બ્લોગની મુલાકાત

  • 5,440 લોકોએ લીધી.

સંગ્રહ-સ્થાન

ફ્લિકર ફોટાઓ

Advertisements